1 year ago

હરીયાણા રાજ્યના ગુરૂગ્રામ સાયબર ક્રાઇમ પોસ્ટેના ૧૦૫.૫ લાખના સાઇબર ફ્રોડના ગુનાના સહ આરોપીઓને શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

હરીયાણા રાજ્યના ગુરૂગ્રામ સાયબર ક્રાઇમ પોસ્ટેના ૧૦૫.૫ લાખના સાઇબર ફ્રોડના ગુનાના સહ આરોપીઓને શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. I/C પો.ઇન્સ. આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન HC મુકેશ માવદિયા તથા રણજીતસિંહ દયાતર તથા PC વિરેન્દ્રસિંહ પરમારને હકીકત મળેલ કે શેર માર્કેટમાં ખુબ ઉંચું રીટર્ન મેળવી આપવાના નામે રોકાણ કરાવી ફ્રોડ આચરતી ટોળકીના સભ્યો પોરબંદર જિલ્લામાં રહેતા હોવાની માહીતી આધારે સદરહુ બન્ને આરોપીઓ પર વોચ તપાસ રાખી શોધી કાઢી હરીયાણા રાજ્યના ગુરુગ્રામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં IPC કલમ ૪૨૦ વિગેરના કામના નિચે જણાવેલ નામ વાળા બન્ને(૧) હર્ષદ ઉર્ફે હેરી ઉર્ફે નાસ્તો રમેશભાઇ મકવાણા રહે.કડીયા પ્લોટ શેરી નં-૨ પોરબંદર(૨) નિકુંજ ઉર્ફે ગેડો મનસુખભાઇ ચૌહાણ રહે.રાજીવનગર સિલ્વર પાર્ક-ર પોરબંદરવાળા આરોપીઓને હરીયાણા પોલીસને સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પોરબંદર LCB I/C PI આર.કે.કાંબરીયા, ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, HC ઉદયભાઇ વરૂ, ઉપેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લખમણભાઇ ઓડેદરા, WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ, જીતુભાઇ દાસા, વિગેરે રોકાયેલ હતા.